*🚨 દેવભૂમિ દ્વારકા પોલીસ હાઈટેક બની: ગુનાખોરી સામે લડવા LCB ટેકનિકલ સેલે જાતે જ બનાવ્યા ચાર 'બ્રહ્માસ્ત્ર' સમાન સોફ્ટવેર*
▪️ LCB (TECHNICAL CELL) ની મોટી સિદ્ધિ: *'DEEP SEARCH OSINT* (Teligram & whatsapp bot)' અને *'CDR ANALYSIS BOT'* તથા *GARUDA -MCR ANDROID APP* ટૂલ દ્વારા હવે કલાકોનું કામ મિનિટોમાં થશે.
▪️ કોઈ ખાનગી કંપની પાસે બનાવવાને બદલે પોલીસ જવાનોએ જાતે જ કોડિંગ કરી આધુનિક BOT તથા એપ્લિકેશન તૈયાર કર્યા.
📍 (દેવભૂમિ દ્વારકા)
વર્તમાન સમયમાં ગુનેગારો જ્યારે ટેકનોલોજીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસે 'લોહા હી લોહે કો કાટતા હૈ' ની ઉક્તિ સાર્થક કરી છે. જિલ્લા *પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા સાહેબના* સીધા માર્ગદર્શન હેઠળ, *LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.જે. સરવૈયા* તથા ટેકનિકલ સેલના *P.S.I. શ્રી સુનિલ કાંબરીયા* તથા *P. S. I શ્રી બી.એમ. દેવમુરારી સાહેબ* ની આગવી જહેમતથી દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હવે પરંપરાગત તપાસ પદ્ધતિની સાથે અત્યાધુનિક ડિજિટલ પ્રણાલી અપનાવી છે.
આ અધિકારીઓના નેતૃત્વમાં *LCB ની ટેકનિકલ ટીમે* પોતાની કુનેહથી ખાસ 'TELEGRAM BOT' તથા 'WHATSAPP BOT' તથા "ANDROID APP"વિકસાવ્યા છે, જે પોલીસ તપાસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યા છે.
❓ શું છે આ પ્રોજેક્ટ?
સામાન્ય રીતે પોલીસ વિભાગ હાઈ-એન્ડ સોફ્ટવેર માટે ખાનગી કંપનીઓ પર નિર્ભર રહેતું હોય છે, પરંતુ LCB PI શ્રી બી.જે. સરવૈયા અને PSI શ્રી સુનિલ કાંબરીયા ના માર્ગદર્શનમાં ટેકનિકલ સેલના જવાનોએ *'આત્મનિર્ભર'* બનીને જાતે જ આ ટૂલ્સ ડેવલપ કર્યા છે:
*1️⃣ CDR ANALYSIS BOT (ટેલિગ્રામ)*
*2️⃣ DEEP SEARCH OSINT (ટેલિગ્રામ)*
*3️⃣ DEEP SEARCH OSINT (વોટ્સએપ)*
*🔹GARUDA-MCR ANDROID APP (Special Tool for MCR Checking) 🦅*
*🔹 1. CDR ANALYSIS BOT* (Telegram): કલાકોની મહેનત હવે સેકન્ડોમાં
કોઈપણ ગંભીર ગુનામાં, પછી તે હત્યા હોય, લૂંટ હોય કે અપહરણ, પોલીસ માટે સૌથી મહત્વનો પુરાવો આરોપીના મોબાઈલના 'કોલ ડિટેલ રેકોર્ડ્સ' (CDR) હોય છે.
❌ પહેલાની સ્થિતિ: હજારો પાનાના એક્સેલ શીટ ડેટામાંથી શંકાસ્પદ નંબર શોધવા, ટાવર લોકેશન મેચ કરવા અને પેટર્ન સમજવામાં તપાસ અધિકારીઓના કલાકો બગડતા હતા.
✅ હવે શું થશે?: આ નવા બનાવેલા BOT માં ડેટા નાખતાની સાથે જ માત્ર અમુક સેકન્ડમાં ઓટોમેટિક *14 અલગ અલગ રિપોર્ટ* જનરેટ થાય છે. આ બોટ કોણે કોને સૌથી વધુ કોલ કર્યા, રાત્રિના સમયે ક્યા લોકેશન પર હતા, IMEI TRACING અને શંકાસ્પદ નંબરો કયા છે, તેની સચોટ માહિતી રિપોર્ટ સાથે અલગ તારવી આપે છે. (*નોંધ :- Bot નો ઉપયોગ કોઈ પણ ચાર્જ વિના કોઈ પણ પોલીસ કરી શકે છે.*)
Link:
*https://t.me/CDR_ANALYSIS_bot*
*🔹2. DEEP SEARCH OSINT* (Telegram): ગુનેગારની કુંડળી એક ક્લિક પર
ઘણીવાર પોલીસ પાસે તપાસ દરમિયાન માત્ર અધૂરી માહિતી હોય છે (જેમ કે માત્ર ગાડીનો નંબર, અથવા મોબાઈલ નંબર, અથવા સોશિયલ મીડિયા આઈડી).
💡 કામગીરી: 'DEEP SEARCH OSINT' ટેલિગ્રામ બોટ અલગ-અલગ ડેટાબેઝ અને ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ (OSINT) નો ઉપયોગ કરી, ઉપલબ્ધ ટૂંકી માહિતીના આધારે વ્યક્તિની ઓળખ, તેના અન્ય સંપર્કો અને હિસ્ટ્રી શોધવામાં પોલીસને મદદ કરે છે. જે અજાણ્યા ગુનેગારોને ટ્રેક કરવા માટે આશીર્વાદરૂપ છે. (*નોંધ: આ BOT નો ઉપયોગ ફક્ત ઓથોરાઈઝડ યુઝર જ કરી શકે છે*)
Link:
*https://t.me/Deep_Search_dev_bot*
*🔹 3. DEEP SEARCH OSINT* (WhatsApp): હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ
ટેલિગ્રામ બોટની સફળતા બાદ, પોલીસ અધિકારીઓની સરળતા માટે આ સુવિધા હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
💡 કામગીરી: આ WHATSAPP BOT પણ ટેલિગ્રામ બોટની જેમ જ 'DEEP SEARCH OSINT' નું કામ કરે છે. તે OSINT ટેકનોલોજીનો ઉપયોગ કરીને અધૂરી માહિતી પરથી ગુનેગારોની વિગતો શોધવામાં મદદ કરે છે. WHATSAPP પર હોવાથી તેનો ઉપયોગ વધુ સરળ અને ઝડપી બન્યો છે. (*નોંધ: આ BOT નો ઉપયોગ પણ ફક્ત ઓથોરાઈઝડ યુઝર જ કરી શકે છે*)
Link:
*https://wa.me/919316288310?text=hi*
* *4.GARUDA-MCR ANDROID APP (Special Tool for MCR Checking) 🦅*
જિલ્લાની સુરક્ષા અને ગુનેગારો પર સતત નજર રાખવા માટે ટેકનિકલ સેલ દ્વારા આ અત્યાધુનિક એન્ડ્રોઇડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
* સંપૂર્ણ ડેટાબેઝ: આ એપમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ MCR (Modus Operandi Bureau) ધરાવતા ગુનેગારોની વિગતો સ્ટોર કરવામાં આવી છે.
* ફોટો અને એડ્રેસ: પોલીસ જવાન ગમે ત્યારે ગુનેગારનો ફોટો, તેના ઘરનું પૂરું સરનામું અને તેની ગુનાહિત ઇતિહાસની વિગતો એપમાં જોઈ શકશે.
* ગૂગલ મેપ નેવિગેશન: આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ગુનેગારના ઘરનું લોકેશન ગૂગલ મેપ સાથે લિંક છે. રેગ્યુલર ચેકિંગ દરમિયાન પોલીસ જવાને હવે કોઈને પણ રસ્તો પૂછવાની જરૂર રહેશે નહીં.
* વન ક્લિક સોલ્યુશન: માત્ર એક જ ક્લિક કરવાથી પોલીસ જવાન સીધો જ ગુનેગારના ઘરના દરવાજા સુધી પહોંચી શકશે, જેનાથી ચેકિંગની કામગીરી વધુ સચોટ અને ઝડપી બનશે.
*Link: https://devdigital.shop/garuda.apk*
📈 પોલીસ વિભાગને શું ફાયદો થશે?
આ ચારેય ટૂલ્સના કારણે દેવભૂમિ દ્વારકા પોલીસની 'ડિટેક્શન રેટ' વધશે. મેન્યુઅલ એનાલિસીસમાં થતો સમય બચશે અને માનવીય ભૂલની શક્યતા નહીવત થઈ જશે. આ પહેલ સમગ્ર રાજ્ય પોલીસ માટે 'સ્માર્ટ પોલીસિંગ' નું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.
Post a Comment